ગઈકાલે રાજકોટ લેવાયેલા 15 માસની બાળકીનો રિપોર્ટ નેગેટિવ : વાંકાનેરના કોઠી ગામના યુવાનો રિપોર્ટ પેન્ડિંગ મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં આજે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી લાયન્સનગરની એક 26 વર્ષીય મહિલા અને પાવડીયારીનો એક 15 વર્ષીય સગીર હોવાનું જાણવા મળ્યું છે. આ બન્ને દર્દીઓને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે જુના દેવળીયાની 15 માસની એક બાળકીના રાજકોટ સારવાર દરમિયાન લીધેલો સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે વાંકાનેરના કોઠી ગામના 31 વર્ષીય પુરુષનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.