મોરબી : મોરબી શહેર યુવા ભાજપના મંત્રીએ પોતાની દીકરીનો જન્મદિવસ બાળકોને નાસ્તો કરાવીને ઉજવ્યો હતો. મોરબી શહેરમાં જન્મદિવસ પ્રસંગની કેક કાપીને કે પાર્ટી આપીને ઉજવણી કરવાને બદલે સામાજિક જવાબદારી સાથે ઉજવણી કરવાનો અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં યુવા ભાજપ અગ્રણી અને રાજપૂત સમાજના યુવા અગ્રણીએ પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી મોરબી શહેર યુવા ભાજપ મંત્રી શક્તિસિંહ જાડેજાની દીકરી પ્રસિદ્ધિબાના જન્મદિવસ નિમિતે બાળકોને નાસ્તો કરાવીને દીકરીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી સમાજને સંદેશો આપ્યો હતો.