મોરબીને મહાનગર પાલિકા બનાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ : 14 ગામની વસ્તી અને ખેતી-બિનખેતી જમીનની વસ્તી સહિતની વિગતો મંગાવાઈમોરબી : સીરામીક નગરી મોરબી વર્ષ 2013માં જિલ્લો બન્યા બાદ 11 વર્ષના ઇન્તજારને અંતે મોરબી શહેર મહાનગર બનવા તરફ જઈ રહ્યું છે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કર્યા બાદ મોરબીને મહાનગર બનાવવાની કામગીરી વેગવાન બની છે અને પ્રવર્તમાન વસ્તી તેમજ મોરબીની આજુબાજુની વસ્તી અને ખેતી, રેવન્યુ જમીન સહિતની તમામ વિગતો ગાંધીનગર મોકલવા માટે તૈયાર કરી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.લોકસભા ચૂંટણીની આચારસંહિતા હળવી બનાવની સાથે હવે સરકારના જુદા-જુદા વિભાગો રૂટિન કામગીરીમાં લાગી ગયા છે જે અન્વયે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મોરબી શહેર અને મહાનગર પાલિકા બનવવા માટે આજુબાજુના 14 ગામોને ભેળવવા માટે તૈયારીઓ શરૂ કરવા તેમજ તમામ ગામના રેવન્યુ વિસ્તાર, ગામતળ, સીમતળ અને માનવ વસ્તીની વિગતો માંગતા ચીફ ઓફિસર દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા મામલતદાર પાસેથી વિગતો મંગાવી છે.ઉલ્લેખનીય છે કે, સીરામીક, ઘડિયાળ, પોલીપેક અને પેપર સહિતના ઉદ્યોગને કારણે મોરબીની વસ્તી દિવસેને દિવસે વધી રહી છે અને ખાસ કરીને રવાપર, માધાપર, વજેપર, ત્રાજપર, શકત શનાળા, ઘુંટુ, મહેન્દ્રનગર અને ટીમ્બડી, લાલપર સહિતના શહેરો શહેરમાં છે કે, શહેરની બહાર તે કહેવું પણ મુશ્કેલ બની ગયું છે તેવામાં ગુજરાત સરકારે નાણાકીય વર્ષના બજેટમાં મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતા જ લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે, જો કે, લોકસભા ચૂંટણીને કારણે મહાનગર પાલિકાના દરજ્જાની ફાઈલો સાઈડમાં મુકાયા બાદ પુનઃ સરકાર દ્વારા ફાઈલ હાથ ઉપર લેવામાં આવી છે.દરમિયાન શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકા પાસેથી મોરબીમાં ભેળવવામાં આવનાર આજુબાજુના 14 ગામોની વસ્તી, ગામતળ અને સીમ તળ સહિતના વિસ્તારની યાદી માંગવામાં આવતા જ નગરપાલિકા દ્વારા મોરબી તાલુકા મામલતદાર અને તાલુકા પંચાયત પાસેથી ઉપરોક્ત તમામ વિગતો મંગાવવામાં આવી છે અને સંભવતઃ આગામી અઠવાડિયામાં જ તમામ વિગતો સરકારમાં મોકલવામાં આવે તેવી શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી હતી.મહાનગર મોરબીમાં સમાવેશ થનારા સંભવિત ગામોમોરબીને મહાનગર બનાવવા માટે સરકાર દ્વારા શકત શનાળા, રવાપરા, અમરેલી, ઘુંટુ, મહેન્દ્રનગર, ત્રાજપર, ભડીયાદ, ધરમપુર, નાની વાવડી, ટીમ્બડી, પીપળી, લાલપર, લીલાપર, માધાપર અને વજેપર સહિતના આજુબાજુના ગામનો મહાનગરમાં સમાવેશ કરવામાં આવે તેવી શકયતા છે.મોરબીના 14 ગામની 2 લાખની વસ્તી મહાનગરમાં ભળશે !મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માટે આજુબાજુના 14 ગામોને મોરબીમાં સમાવવામાં આવે તેવી શકયતા છે. ત્યારે મોરબી તાલુકા મામલતદાર દ્વારા તૈયાર કરાયેલા પત્રક મુજબ વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ કુલ 1 લાખથી વધુ માનવવસ્તીનો સમાવેશ થાય છે, વધુમાં દર વર્ષે 1.9 ટકા વસ્તી દર વૃદ્ધિ મુજબ વર્ષ 2024ની સ્થિતિએ મોરબીના આ 14 ગામોની અંદાજે 2 લાખથી વધુ વસ્તીનો મોરબી મહાનગરમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે.13 હજાર હેકટર જમીન અને 7157 સર્વે નંબર મોરબીમાં સમાઈ શકે છેમોરબી મહાનગર બનશે એટલે આજુબાજુના 14 ગામોની કુલ મળી 13 હજાર હેકટરથી વધુ જમીન ને કુલ મળી 7157 સર્વે નંબર મોરબીમાં સમાવિષ્ઠ થવાની શકયતા સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.