મોરબી : મોરબીમાં ભારે વરસાદ પછી પરિસ્થિતિ ઘણી બદતર બની ગઈ છે. વરસાદ પછી પણ ઘણા વિસ્તારમાં પાણી ઓસર્યા નથી. તેનું કારણ એ છે કે ભુર્ગભ ગટર ચોકઅપ હોવાથી વરસાદી પાણીનો નિકાલ ન થતા વરસાદની સાથે ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઘણા વિસ્તારમાં ભરાઈ રહે છે. પાણી ભરાઈ રહેવાના કારણે પરિસ્થિતિ જોખમી બની છે. જ્યારે મોરબીના લીલપર રોડ ઉપર રોડની વચ્ચોવચ્ચ પાણીના વાલ્વમાંથી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાઈ હતી. ખાડામાં પાણી ભરાવવાના કારણે વારંવાર આ જગ્યાએ મોટર સાયકલ સ્લીપ થઈ જતા હતા. આથી, અનેક લોકોના હાથ-પગ ખોખરા થયા હતા. તેથી, ગંભીર પ્રશ્ન ધ્યાને આવ્યા બાદ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ વાલ્વના પાણીનો યોગ્ય નિકાલ કરીને લોકોની કાયમી મુશ્કેલી દૂર કરી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate