મોરબી : લોકસભા ચૂંટણી પૂર્વે પ્રદેશ કોંગ્રેસ માળખામાં ફેરફાર બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મોરબી શહેર કોંગ્રેસ સંગઠનમાં ફેરબદલ કરી પ્રમુખ તરીકે રાજુભાઇ કાવરને હટાવી તેમના સ્થાને રામજીભાઈ રબારીની નિમણુંક કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ મોરબી શહેર કોંગ્રેસ માળખામાં ફેરફાર કર્યો છે અને નવા પ્રમુખ તરીકે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ પાયાના કાર્યકર એવા રામજીભાઈ રૂપાભાઈ રબારીને જવાબદારી સુપરત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રબારી સમાજના અગ્રણી એવા રામજીભાઈ રબારી મોરબી કોંગ્રેસમાં વર્ષોથી સક્રિય પણે જવાબદારી નિભાવવાની સાથે શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી લોકપ્રશ્નો અને સામાજિક કામગીરીમાં યોગદાન આપી રહ્યા છે, અને તેઓ મોરબીમાં આવેલ આરઆર મોલના માલિક હોવાનું જાણવા મળ્યું છે. [gallery ids='38634,38635']