મોરબી : કોવિડ-૧૯ની મહામારી વચ્ચે લોકો સામાન્ય બીમારીની સારવાર માટે પણ હોસ્પિટલના પગથિયાં ચડતા ડર અનુભવે છે. કોવિડ-૧૯ના ટેસ્ટ કરાવવામાં જો કે જાગૃતિ આવી છે આમ છતાં અન્ય વાઇરલ બીમારીના લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરમેળે ઈલાજ કરી લેવાની માનસિકતા વ્યાપ્ત બની છે. સામાન્ય તાવ, શરદી, ખાંસીની દવા લેવા માટે હોસ્પિટલે જવાના બદલે લોકો મેડિકલ સ્ટોરમાંથી સીધી જ દવા લેતા થયા હોવાથી સરકારે મેડિકલ સ્ટોર માટે ગાઈડલાઇન્સ બહાર પાડી છે. જે મુજબ ડોકટરના પ્રિસ્કીપશન વિના શરદી, તાવ, ખાંસી, કળતર જેવા લક્ષણો ધરાવતી બીમારીની દવા ન આપવી. આવા સમયે મોરબી સિવિલ હોસ્પિટલમાં ગત માસ દરમ્યાન ઝાડા ઉલ્ટીના ૫૬૪ કેસ, મેલેરીયાના ૧૭ કેસ, ડેંગ્યુનો ૧ કેસ અને કમળાના ૧૪ કેસ નોંધાયા હતા. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate