મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તથા તેમના પૌત્ર યશે કોરોના સામેની જંગમાં આપ્યું આર્થિક યોગદાન મોરબી : સમગ્ર દેશ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે. આ જંગમાં કોરોનાને માત આપવા માટે સામાન્ય લોકોથી માંડી જે તે ક્ષેત્રના અગ્રણીઓ પોતપોતાની રીતે આર્થિક તથા સામાજિક યોગદાન આપી રહ્યા છે. ત્યારે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તથા તેમના પૌત્ર યશે સરકારના રાહત ફંડમાં અનુદાન કરી પોતાનો આર્થિક ફાળો નોંધાવ્યો છે. મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના પૌત્ર યશ અશ્વિનભાઈ જારીયાના જન્મદિવસ નિમિત્તે દાદા લાખાભાઈએ સી.એમ. રિલીફ ફંડમાં રૂ. 51 હાજર તથા પૌત્ર યશે પણ પી.એમ. કેર્સ ફંડમાં રૂ. 51 હજારનું દાન કર્યું છે. આમ, પૌત્રના જન્મદિવસ નિમિત્તે દાદા-પૌત્રીની જોડીએ કુલ રૂ. 1 લાખ 2 હાજરનું અનુદાન કર્યું છે. આ રકમના ચેક તેઓ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને રૂબરૂ મળી અર્પણ કરવામાં આવ્યા છે.