મોરબી : મોરબી પંથકમાં આધારકાર્ડની કામગીરીને લઈને લોકોને પડેલી મુશ્કેલી નિવારવા જિલ્લા કલેકટર કિરણ ઝવેરી અને પ્રાંત સુશીલ પરમાર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. જે અંતર્ગત આજે રજાના દિવસમાં પણ મોરબી સિટી અને તાલુકા મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાનું તેમની યાદીમાં જણાવાયુ છે.