માળીયા (મી.) : મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના ગુન્હામાં સગીરાને અપહરણ કરી લઇ જતા બાળ કિશોર તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમાં શોધી કાઢવામાં આવ્યા છે. ગત તા. 12ના રોજ માળીયા મીંયાણા ગામેથી ગુનામાં સગીર વયનો આરોપી સગીરાને અપહરણ કરી લઈ ગયેલ હતો. આ બનાવની નોંધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગત તા. 17ના રોજ નોંધાયેલ છે. જેના આધારે મોરબી સર્કલ પોલીસ સ્ટાફ તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અપહરકાર તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે. તેઓને માળીયા (મી.) પોલીસ સ્ટેશને લાવી જરૂરી કાર્યવાહી કરી ભોગ બનનારને તેના માતા પિતાને સોંપી આપેલ છે. અને કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોરને કોવીડ-19 રિપોર્ટ કરાવવા માટે માળીયા સીવીલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવડાવેલ છે. તેમજ કોવીડ-19 રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.