મોરબી:મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પૈકી ઉમેદવારી નોંધાવાના આજે પાંચમાં દિવસે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠકમાં અપક્ષ દ્રારા એક ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાની વિધાનસભા મત વિભાગની ત્રણ બેઠકમાં આજે પાંચમાં દિવસે ૬૭—વાંકાનેર વિધાનસભા બેઠકમાં અપક્ષ ઉમેદવારશ્રી સીંધવ બળવંત ગોવિંદ દ્રારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે.જયારે ૬૫-મોરબી તથા ૬૬-ટંકારા વિધાનસભા બેઠકમાં આજે એકપણ ઉમેદવારી પત્ર ભરાયેલ નથી. આમ પાંચમાં દિવસને અંતે ૬૫-મોરબીમાં ૩, ૬૭-વાંકાનેરમાં ૨ મળી કુલ ૫ ઉમેદવારી પત્રો ભરાયા છે. જયારે ૬૬-ટંકારામાં હજુ સુધી એકપણ ઉમેદવારી પત્ર ભરાયુ નથી.