મોરબી : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૭નું પ્રથમ તબકકાનું મોરબી જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગમાં તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ મતદાન થનાર છે. ચુંટણીઓના પ્રચાર માટે ચોપાનીયા, ભીતપત્રો, હેન્ડ બીલ, ઉમેદવારો, રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની ઓળખ તેમજ અન્ય બાબતોએ વિવિધ છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે. તથા લોકોમાં વહેંચણી કરવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ,જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર ખંડન જેવી કોઇ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સબંધિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઇ શકાય તે માટે કેતન પી. જોષી,જી.એસ.એસ.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,મોરબી જિલ્લો મોરબીએ,ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪ નો ૨જો અધિનિયમ)ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચેના કુત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. કોઇપણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામા ન હોય તેવા ચુંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહી અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહી, કોઇપણ વ્યકિત કે સંસ્થા ચુંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે,તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીને તથા સબંધિત ચુંટણી અધિકારીશ્રીની કચેરીને મોકલી હોય.આ જોગવાઇ પુરતું, હાથે નકલો કરવાસિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે., છાપેલા ચુંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે., મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણદિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચુંટણી અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે. આ જાહેરનામું તા.૨૦/૧૨/૨૦૧૭ સુધી અમલમાં રહશે. તેમજ મોરબી જિલ્લાના તમામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારને પણ લાગું પડશે. આ હુકમનો ભંગ્ ઉલ્લઘંન કરનાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૭(ક) તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. રાજકીય પક્ષો/ચુંટણી ઉમેદવારોએ ટેલીફોન કેબલ પર જાહેરાત આપવા અગાઉ મીડીયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટિની મંજુરી લેવી ફરજીયાત મોરબી : મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણ બેઠકોનું તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ મતદાન થનાર છે. પ્રવર્તમાન ચુંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઇલેકટ્રોનિક મીડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતર રાજય કે આંતરરાષ્ટ્રીય તેમજ AM અને રેડીયો નેટવર્કથી કરવામાં આવે છે. હાલમાં આ નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવીઝન(વિનિયમન) અધિનિયમ-૧૯૯૫ તથા કેબલ ટેલીવીઝન (વિનિયમો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર સહિંતાને અનુરૂપ હોય તે સિવાય કોઇપણ વ્યકિત કોઇ જાહેરાત પ્રસારીત કે પુનઃ પ્રાસારીત કરી શકે નહીં. તેમજ જાહેરાતો કોઇ ધાર્મિક કે રાજકીય હેતુ પ્રત્યે દિશા નિર્દેશ કરતી હોવી જોઇએ નહી તેવી જોગવાઇ છે. ભારતના ચુંટણીપંચના મીડીયાની માર્ગદર્શક સુચનાઓ અન્વયે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી,ગુજરાત રાજય,ગાંધીનગર થયેલ સુચનાનુસાર જિલ્લા કક્ષાએ તમામ પ્રકારના જાહેરાતો/જીગલ્સ/ઇન્સર્શન્સ/બાઇટસ વગેરેના સર્ટીફીકેશન માટે મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીની રચના કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે. ઉપરોકત સુચનાની ચુસ્તપણે અમલવારી સુનિશ્ચિત કરવા અને ચુંટણીના સરળ સંચાલન માટે નીચે મુજબ હુકમ કરવો ઇષ્ટ જણાતા કેતન પી.જોષી,અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,મોરબી જિલ્લો,મોરબી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો ૨ જો અધિનિયમ)ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબ આદેશ ફરમાવેલ છે. ટેલીવીઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચુંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવાની રહશે., બીજી કોઇ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે.,ઇલેકટ્રોનિક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણીત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે., આવી જાહેરાત, જીગલ્સ,ઇન્સર્શન્સ, બાઇટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી જિલ્લા કક્ષાની મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રી, જિલ્લા સેવા સદન,મોરબીને કરવાની રહેશે. આ અરજીમાં નીચે જણાવેલ બાબતોનો સમાવેશ કરવાનો થશે. ૧.જાહેરાત નિર્માણનું ખર્ચ,૨. ઇર્ન્સશનની સંખ્યાના વિભાજન અને આવા દરેક ઇર્ન્સશન માટે વસુલ કરવામાં આવનાર સુચિત દર સાથે ટેલીવીઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાતના સુચિત પ્રસારણનું અંદાજીત ખર્ચ,૩.મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચુંટણીની ભાવિ શકયતાના લાભ માટે છે કે કેમ ? તે બાબત પણ જણાવવાની રહેશે.,૪. જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઇ વ્યકિતએ આપી હોય તો તે વ્યકિત સોગંદ પર જાહેર કરશે, કે, તે કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી. અને ઉકત જાહેરાત કોઇ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી કે તેની ચુકવણી કરી નથી.,૫. બધી ચુકવણી એકાન્ટ પેઇ ચેકથી કરવામાં આવશે એવી કબુલાત., ટેલીકાસ્ટ માટે જાહેરાત, જીગલ્સ, ઇન્સર્શન્સ,બાઇટસનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત,જીગલ્સ, ઇન્સર્શન્સ,બાઇટસનું...