મોરબી : મોરબીના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ ખાતે યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ચુંવાળીયા ઠાકોર યુવા આગેવાન જગદીશભાઈ બાંભણીયા, દિનેશભાઈ સાંથલીયા, ભરતભાઈ સારલા તથા સમાજના ભાઈઓએ સમાજનો દરેક બાળક શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી સમાજ અને પોતાનાં પરિવારનું ગૌરવ બને એવા આશિષ આપેલ હતા.આ પ્રસંગે સમાજના આગેવાનો પરસોત્તમભાઈ સાબરીયા, ભાણજીભાઈ ડાભી, અજયભાઈ વાઘાણી, નિલેશભાઈ દેગામા, તુલસીભાઈ પાટડીયા, ધનજીભાઈ સંખેસરીયા, જસમતભાઈ થરેશા, મહેશભાઈ સરપંચ હજનારી, જયંતીભાઈ ઝીંઝુવાડીયા, ઘનશ્યામભાઈ ધામેચા, મુકેશભાઈ દેગામા અનીલ ભાઈ સારલા જીગ્નેશ ખાભલીયા સહિતના અગ્રણીઓએ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે સમાજના ભાઈઓવિદ્યાર્થી સત્કાર સમારોહમાં સમાજનાં વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરવા બદલ સર્વે આગેવાનો અને સમાજના ભાઈઓને શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ, મોરબી વતી આયોજક, સંયોજક જગદીશભાઈ બાંભણીયા અને દિનેશભાઈ સાંથલીયાએ હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.