મોરબીના વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા શોપિંગ કાર્નિવલ કમ ફનફેરનું વિશાળ આયોજન : નાના મોટા સૌ કોઈ કરશે ધમાલ મોરબી : સિરામિક હબ મોરબી શહેરમાં પણ હવે મેટ્રોસિટીને ટક્કર મારે તેવો ક્રિસમસ શોપિંગ કાર્નિવલ ઉજવશે, જી હા, મોરબીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ ક્રિસમસના તહેવારના અવસરે વિઆન્સ ગ્રુપ દ્વારા ક્રિસમસ શોપિંગ કાર્નિવલનું આયોજન કરાયું છે જેમાં શહેરના રવાપર ચોકડી સ્થિત ઓમ પાર્ટી પ્લોટ ખાતે ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સવારે ૧૦થી રાત્રે ૯ વાગ્યા સુધી બાળકોથી લઈ મોટેરાઓ માટે શોપિંગ કમ ફેનફેર કમ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ બધું જ હશે... અને હા સાથે બે..પાંચ...૧૫... ટકા નહિ પુરા ૩૫ ટકા સુધીનું અધધ... ડિસ્કાઉન્ટ તો ખરું જ... આગામી તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સતત સાત દિવસ સુધી મોરબીના આંગણે સૌ પ્રથમ વખત યોજાનાર ક્રિસમસ શોપિંગ કાર્નિવલ અંગે એલજી વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમના માલિક અને કાર્નિવલ ઓર્ગેનાઇઝર સનીભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને અમદાવાદ સુરત જેવા શહેરોમાં ક્રિસમસ તહેવારને અનુસંધાને શોપિંગ ફેસ્ટિવલ યોજાતા હોય છે પરંતુ મોરબી જેવા વિકસતા શહેરમાં હજુ સુધી આ કોન્સેપ્ટ આવ્યો ન હોય આ વર્ષે વિઆન્સ એલજી શોપી અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા શહેરના રવાપર રોડ ચોકડી ખાતે ઓમ પાર્ટી પ્લોટમાં પ્રથમ વખત જ સતત સાત દિવસ ચાલનાર શોપિંગ કાર્નિવલ કમ ફનફેર યોજવા નક્કી કર્યું છે. આ શોપિંગ કાર્નિવલમાં નાના બાળકોથી લઈ મહિલાઓ પુરુષો, વડીલો તમામ માટે કઈને કઈ છે, આ શોપિંગ કાર્નિવલમાં દરરોજ સવારે ૧૦થી રાત્રીના ૯ વાગ્યા સુધી એક જ સ્થળેથી લોકોને ટીવી, ફ્રીઝ, એસી, માઇક્રોવેવ, મોબાઈલ, સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન,મિક્સર, ઇસ્ત્રી, કેમેરા સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સાથે સાથે ટુ વ્હીલર થી લઈ અનેક ચીજ વસ્તુઓ એક જ જગ્યાએથી પસંદ કરવાનો અને એ પણ બ્રાન્ડ ટુ બ્રાન્ડમાં મહત્તમ ૩૫ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ ઓફર સાથે ! આ ઉપરાંત આ શોપિંગ ફેસ્ટિવલમાં આવનાર લોકોને ન માત્ર ખરીદીનો આનંદની સાથે દરરોજ સાંજે ૪ થી ૬ દરમિયાન બહેનો માટે ફ્રી માઇક્રોવેવ કુકિંગ કલાસીસ/ટિપ્સ, ફ્રી મહેંદી અને ફ્રી ટેટુનો લાભ મળશે, અને હા ભાઈઓને પણ નિરાશ થવાની જરૂર નથી તેમના માટે પણ વિઆન્સ ગ્રુપ દ્વારા આકર્ષક આયોજન કરવામાં આવ્યું છે. હા અને નાના બાળકો માટે તો આ શોપિંગ ફેસ્ટિવલ ધમાકેદાર આયોજન લાવ્યું છે જેમાં શાંતાક્લોઝ અને કાર્ટૂન કેરેકટર સાથે ડીજે ડાન્સના જલસા કરાવવાની સાથે ઝંપિંગ સહિતના વિવિધ એન્ટરટેન્ટમેન્ટ લાવ્યું છે. ક્રિસમસ શોપિંગ કાર્નિવલ અંગે એલજી વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સના સનીભાઈએ અંતમાં જણાવ્યું હતું કે મોરબીના શહેરીજનો માટે પ્રથમ વખત જ ધમાકેદાર આયોજન સાથે યોજાઈ રહેલા ક્રિસમસ શોપિંગ કાર્નિવલ એક યાદગાર સંભારણું બની રહેશે કારણ કે, અહીં આવનાર તમામ મુલાકાતીઓ માટે જુદા - જુદા ઇલેક્ટ્રોનિક્સ સહિતના ઉપકરણોમાં ૩૫ % સુધીનું બ્રાન્ડ ટુ બ્રાન્ડ ડીસ્કાઉન્ટ ઉપરાંત સ્ક્રેચ કાર્ડ, શ્યોર ગિફ્ટ, દરરોજ પાંચ ઈનામી ડ્રો અને શોપિંગ કાર્નિવલના સમાપન સમારોહમાં મેગા ડ્રો નો લાભ પણ ગ્રાહકોને મળશે તદઉપરાંત આકર્ષક કેશબેક ઓફર અને જીરો ટકા વ્યાજ દરે સ્પોટ ફાયનાન્સ તો ખરું જ !! અને હા એક વાત નોંધી લેશો ઓમ પાર્ટી પ્લોટમાં યોજાનાર આ ક્રિસમસ કાર્નિવલ મોરબી શહેરના લોકો માટે તદન વિનામૂલ્યે છે અને મોરબી અપડેટ પણ મીડિયા પાર્ટનર તરીકે સહભાગી છે તો આ શોપિંગ કાર્નિવલનો લાભ લેવાનું ચૂકશો નહિ...ક્યારે ? યાદ છે ને તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર દરરોજ સવારે ૧૦થી રાત્રીના ૯ અચૂક મુલાકાત લેશો.. વિઆન્સ ગ્રુપ દ્વારા આયોજિત આ ક્રિસ્મસ કાર્નિવલના આયોજન અંગે આયોજકો સાથે વિશેષ ચર્ચાનો વિડિઓ જોવા નીચેની લિંક પર ક્લીક કરો. https://youtu.be/sH3aqPJydyA