મોરબી જિલ્લામાં ૨ સહિત કુલ ૨૦ ચોરી કરી હોવાની કબૂલાત આપી મોરબી: મોરબીની ત્રાજ પર ચોકડી નજીક થી એલસીબીની ટીમે લૂંટના ૭ ગુનામાં નાસતા ફરતા આરોપી ને પકડી પાડ્યો છે. આ આરોપીએ મોરબી જિલ્લા માં પણ ૨ ઘરફોડ ચોરી કરી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ મળેલી બાતમીના આધારે પોલીસે માળીયા મિયાણા તેમજ વાંકાનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના આરોપી ભનું ઉર્ફે લખમણભાઈ વાઘેલા જાતે દેવીપૂજક ઉ.વ.૪૦ રહે જામકંડોરણા વાળાને ને મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીએ પોલીસને કબૂલાત આપી હતી કે તે અગાઉના લૂંટના ૭ ગુનામાં સંડોવાયેલો છે.ઉપરાંત ૨૦ જેટલી ચોરીઓ કરી ચુક્યો છે. આરોપી ઘણા સમય થી નાસતો ફરતો હતો. અંતે પોલીસના હાથમાં આવતા તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.