મોરબી : મોરબી બી ડિવજન પોલીસે ગતરાત્રે નાઈટ પેટ્રોલીગ દરમ્યાન મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં નાસતા ફરતા રીઢા તસ્કરને ઝડપી લીધો હતો.આ આરોપીએ મોરબીની સાથે રાજ્યમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની સૂચના આપતા બી ડિવિઝન પી આઇ કોઢીયાંના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝનની ટીમના પરેશભાઈ પરમાર, કે.પી.ચાવડા, કે.જી.ગઢવી, એ.પી.જાડેજા, ભાનુભાઈ બાલાસરા, અર્જુનસિંહ ઝાલા,વનરાજભાઈ ચાવડા રમેશભાઈ મિયાત્રા સહિતના પોલીસ સ્ટાફ બી ડિવિઝન વિસ્તરમાં ગઈકાલે પેટ્રોલીગ કરી રહ્યા હતા.તે સમયે મળેલી હકિકતના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટાફે ઘરફોડ ચોરીના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી પંકજ ઉફે પકલો બાબુભાઇ બામણિયા રહે હાલ મોરબી પંચાસર રોડ ગીતામિલની બાજુમાં મૂળ મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રીઢો તસ્કર હોવાનું અને મોરબી બી ડિવિઝન વિસ્તારની સાથે રાજ્યમાં પણ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.