મોરબી : મોરબી બી ડિવિઝનના નોકરચોરીના ગુન્હામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી પોલીસે ઝડપી લઈને તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડિવિઝનમાં નોંધાયેલા 381, 114 કલમ હેઠળના નોકર ચોરીના ગુન્હામાં એક આરોપી નાસતો ફરતો હતો. આ આરોપી તેના વતન રાજસ્થાનમાં હોવાની માહિતી મળતી મોરબી બી ડિવિઝન પોલીસના માર્ગદર્શન એક પોલીસની ટિમ રાજસ્થાન મોકલી આરોપી દિનેશભાઇ શ્રીરામભાઈ ડારાને રાજસ્થાનમાંથી તેના ઘરેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.