તસ્કરોએ ત્રણ મકાન અને એક દુકાનને નિશાન બનાવી : ફરિયાદ નોંધાયા બાદ ચોરી થયેલ માલમતાનો સતાવાર આંકડો બહાર આવશે મોરબી : મોરબી પંથકમાં તસ્કરોનો તરખાટ ફરી જોવા મળ્યો છે શહેરના પોશ વિસ્તાર એવા રવાપર ગામ નજીકની રવાપર રેસીડેન્સીમાં તસ્કરોએ ત્રણ મકાન અને એક દુકાનને નિશાન બનાવી રોકડની ચોરી કરી છે જોકે બનાવ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. મોરબીના રવાપર ગામ નજીકની રવાપર રેસીડેન્સીમાં ગત રાત્રીના સમયે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને આ સોસાયટીમાં ઘરો, દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. ઘરો તેમજ દુકાનમાંથી તસ્કરોએ હજારો રૂપિયાની રોકડ રકમ ઉઠાવી ફરાર થયા હતા. ચોરી થયાનું માલૂમ પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી રાબેતા મુજબ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ ચલાવી હતી જોકે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.