મોરબી : મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા જૈન સમાજના વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૈન સમાજના ધો. ૩ થી કોલેજ સુધીના ૩૫૦ વિદ્યાર્થીઓએ આ ચોપડા વિતરણનો લાભ લીધો હતો. જૈન સંપ્રદાયના સાધુ સાધ્વી ભગવંતો જે મોરબીથી ૩૦ કિમી સુધીમાં એરિયામાં વિહાર કરતા હોય તે દરમિયાન તેમને જોઈતી વસ્તુઓ ખાસ કરીને ગોચરી, મેડીસીન તથા ટ્રાયસિકલની જરૂરીયાત પૂરી પાડવી તથા દર વર્ષે શિયાળાની સીઝનમાં શુદ્ધ ઘીના ડ્રાયફ્રુટ અળદિયા બનાવી નહિ નફો નહિ નુકશાનના ધોરણે વિતરણ કરવા સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા સ્થાનકવાસી જૈન યુવક મંડળ મોરબી દ્વારા ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું . આ સમગ્ર પ્રવૃત્તિઓ માટે મંડળ પ્રમુખ મનોજભાઈ દેસાઈ, ઉપપ્રમુખ જયભાઈ મહેતા, કારોબારી સભ્યો રાજુભાઈ ગાંધી, વિપુલભાઈ દોશી, અનિલભાઈ દોશી, અશોકભાઈ મહેતા, જીતેન્દ્રભાઈ સંઘવી, કિશોરભાઈ મહેતા, જીતુભાઈ દફતરી, સુનીલભાઈ ખોખાણી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.