સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનના ઠગાઇના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી. મોરબી : મોરબીમાં ઠગાઇનો ગુન્હો આચરી સુરત નાસી ગયેલા અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતા - ફરતા આરોપીને પોલીસે અમરેલીથી ઝડપી લઈ બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન હેઠળ ૨૦૧૫માં નોંધાયેલ આઇ.પી.સી કલમ ૪૦૬,૪૨૦ મુજબ ના ગુનાના કામે ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ધર્મિન અરૂણભાઇ કોટક ઉ.વ.૨૩ રહે. મોરબી, લોહાણા પરા શેરી નં-૧ જેલ રોડ,તા.જી.મોરબી હાલ રહે સુરત, અડાજણ ચોકડી વાડી પાસે સાંઇ દર્શન કોલોની વાળાને બાતમીને આધારે એલ.સી.બી.ના પો.કોન્સ અશોકસિંહ ચુડાસમા તથા સહદેવસિંહ જાડેજાએ અમરેલીથી ઝડપી લઈ મોરબી સીટી બી ડિવીઝન પોલીસને સોંપ્યો હોવાનું ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસની યાદીમાં જણાવાયુ છે.