મોરબી : ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા નિરંતર સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે, ત્યારે તાજેતરમાં જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગાસ્વરૂપ બહેનોને દર મહિનાની 1 થી 5 તારીખની અંદર તેમની જરૂરિયાત મુજબ અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે, ત્યારે તાજેતરમાં આ કીટ આપવામાં આવી હતી. આ કીટમા આશરે 12 વસ્તુઓ આપવામાં આવે છે. આ તમામ દાન સમાજમાં ધુન ભજન કરીને ત્યા ભાવરૂપી મટકી ફેરવવામાં આવે છે અને તેમાંથી મળેલા દાનનો ઉપયોગ આવા સેવાયજ્ઞમાં કરવામાં આવે છે. આ મંડળના સભ્યો થકી આ કાર્ય કરવામાં આવે છે. તેમ ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખની યાદીમાં જણાવાયુ છે.