મોરબી: વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ/દુર્ગા વાહિની દ્વારા સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા માનવતાની મહેક ફેલાવતું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. સંસ્કાર કેન્દ્રના બાળકોના હસ્તે નવલખી ફાટક પાસે આવેલી ઝૂંપડપટ્ટી તેમજ મચ્છુ પુલ નીચે વસવાટ કરતા ગરીબ પરિવારો અને બાળકોને 75 કિલો તાજા ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે નાનકડા બાળકોના ચહેરા પર સેવાનો આનંદ અને લેનારના ચહેરા પર સંતોષની લાગણી જોવા મળી હતી. સંસ્કાર કેન્દ્રના બાળકોએ આ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.