મોરબી: મોરબીમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિદ્યાલયની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલી દીકરીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે, તમારી અથાગ મહેનત અને દ્રઢ સંકલ્પ બાદ હવે પરિણામ આપવાનો સમય આવ્યો છે. દીકરીઓને શાંતિથી, એકાગ્ર મનથી અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે અંતકરણ પૂર્વક પ્રેરિત કરવામાં આવી હતી. પરીક્ષાના ડર વિના દીકરીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા ઉમદા હેતુથી આ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.#Morbi #Education #BoardExam2026 #ChildWelfareCommittee #BestOfLuck #MorbiUpdate #StudentLife #GujaratEducation