૧૧ વર્ષના બાળકની હત્યાના કેસમાં ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં બન્ને આરોપીઓ જેલહવાલે મોરબી : મોરબીના ૧૧ વર્ષના બાળકની હત્યાના ચકચારી પ્રકરણમાં બન્ને આરોપી ભાઈઓની ચાર દિવસની રિમાન્ડ પૂર્ણ થતાં બન્નેને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. રિમાન્ડ દરમીયાન બાળકના માસાને લગ્નના બે માસ બાદ જ તેની પત્નીના આડાસંબંધ અંગે શંકા ઉપજી હોવાનું ખુલ્યુ છે. મોરબીમાં પત્ની સાથે આડાસબંધ ધરાવતા સાઢૂભાઈના ૧૧ વર્ષના પુત્ર હિતેશ ચાવડાની ગળાટૂંપો દીધા બાદ સળગાવી દઈને હત્યા નિપજાવનાર હાર્દિક ચાવડા અને તેના સગાભાઈ વિજય ચાવડાને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. બન્ને આરોપીઓની કોર્ટે ચાર દિવસની એટલે કે ૩૦મી સુધીની રિમાન્ડ મંજુર કરી આપી હતી. જે રિમાન્ડ પૂર્ણ થતાં આજે બન્ને આરોપીઓને પોલીસે જેલહવાલે કર્યા છે. ચાર દિવસની રિમાન્ડ દરમિયાન સામે આવ્યું હતું કે હત્યા થઈ તે બાળકના માસા હાર્દિક ચાવડાની પત્ની અને બાળકના પિતા વચ્ચે આડા સંબધો હતા. આ આડા સંબંધોની શંકા હાર્દિક ચાવડાને લગ્નના બે માસ બાદ જ થઈ હતી. શંકા ઉદ્દભવ્યા બાદ આઠ માસ પછી તેને આ હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.