મોરબીમાં ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા મહારાણા પ્રતાપ ચોક ખાતે છાસનું વિતરણ કરાશે મોરબી : મોરબીના ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા સ્વ.મહિપતસિંહજી દાદુભા ઝાલાની પુણ્યસ્મૃતિ નિમિત્તે મહારાણા સર્કલ ખાતે આગામી તા.૧૭ ને ગુરુવારના રોજ બીજી વખત છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.મહિપતસિંહજી દાદુભા ઝાલાની પુણ્યસ્મૃતિમાં ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા મોરબીના બીજી વખત છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ મહારાણા પ્રતાપ સર્કલ, શક્તિ મેડિકલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી-૨ ખાતે આગામી તા.૧૭ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૩ સુધી યોજાનાર છે. ઉનાળાના ધોમધખતા તાપમાં લોકોને ઠંડક મળે તેવા આશયથી યોજાનારા છાસ વિતરણ કેમ્પને સફળ બનાવવા ઇન્ડિયન લાયન્સ કલબના સેક્રેટરી ભાવેશભાઈ દોશી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ અઘારા, ચંદ્રિકાબેન પલાણ, રમણભાઈ મહેતા અને પ્રમુખ હર્ષદભાઈ ગામી જહેમત ઉઠાવી રહ્યા છે.