મોરબી : મોરબીમાં જન્મદિવસની ભપકાદાર ઉજવણી કરવાને બદલે સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસ ઉજવવામાં આવે છે જે અંતર્ગત મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલે પોતાના જન્મ દિવસે જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી અન્નદાનનો મહિમા આગળ ધપાવ્યો હતો. પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના અગ્રણી જયંતિભાઈ જેરાજભાઈ પટેલે સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. આ તકે તેમના સુપુત્ર નિરવભાઈ પટેલ, પાટીદાર અગ્રણી ભાવેશભાઈ ફેફર, પરેશભાઈ શેરસીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, હીતેશભાઈ જાની, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..