રેલવે અને વાણિજય મંત્રી પીયૂસ ગોયલ સાથેની વિડિઓ કોન્ફરન્સમાં ગલ્ફના દેશોમાં સીરામીક ટાઇલ્સ પરની એન્ટી ડંમ્પીગ ડ્યુટી દૂર કરવા સહિતના મોરબીના ઉદ્યોગો અને રેલવેના પ્રશ્નોની વિગત વાર રજુઆત કરાઈ મોરબી : મોરબીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ વીડિયો કોંફરન્સથી રેલવે અને વાણિજ્ય મંત્રીને મોરબીના ઉધોગો વિકાસ અને રેલવે પ્રશ્ને રજુઆત કરી હતી અને ગલ્ફના દેશોમાં સીરામીક ટાઇલ્સ પર લગાવેલી એન્ટી ડંમ્પીગ ડ્યુટી દૂર કરવાની માંગ કરી હતી તેમજ ઘડિયાળ ઉધોગના પ્રશ્નો તેમજ લાંબા અંતરની ટ્રેનો ફાળવવાની પણ રજુઆત કરી હતી. મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જેન્તીભાઈ જેરાજ ,સેક્રેટરી અમિતભાઇ સચદે, મનીષભાઈ સવસાણી ,નીરવભાઈ પટેલ સહિતના પ્રતિનિધિઓએ આજે રેલવે અને વાણિજ્ય મંત્રાલયના મંત્રી પિયુષ ગોયલ સાથે વીડિયો કોંફરન્સના માધ્યમથી મોરબીના વિવિધ પ્રશ્ને રજુઆત કરી હતી. જેમાં GGC ગલ્ફના દેશોમાં સીરામીક ટાઇલ્સ પર 43 ટકા એન્ટી ડંમ્પીગ ડ્યુટી લગાવામાં આવી છે. આથી, મોરબીના સીરામીક ઉધોગના હિતમાં આ એન્ટી ડંમ્પીગ ડ્યુટીને તાત્કાલિક દૂર કરવાની રજુઆત કરવામાં આવી હતી તેમજ મોરબીના સીરામીક ઉધોગને ગુજરાત ગેસ કંપની દ્વારા બજારભાવ કરતા 12 થી 14 રૂપિયા પ્રતિ ક્યુબીક મીટરે વધારે લેવામાં આવે છે. આથી, સીરામીક ઉધોગને બજારભાવે જ ગેસ પૂરો પાડવા, મોરબીને લાંબા અંતરની ટ્રેનો તાત્કાલિક ધોરણે ફાળવવા તેમજ ચાઇનથી આયાત થતી ઘડિયાળ અને હોમ એપ્લાયસીસની વસ્તુઓ ઉપર એન્ટી ડંમ્પીગના દર વધારીને મોરબીના ઘડિયાળ અને હોમ એપ્લાયસીસના ઉધોગને આત્મનિર્ભર બનાવવા અને મોરબીમાં કન્ટેનર ડેપો તાત્કાલિક ચાલુ કરવાની માંગ કરી હતી. આ રજુઆતને ધ્યાને લઈને રેલવે અને વાણિજ્ય મંત્રીએ મોરબીના ઉધોગોના પ્રશ્નોને ઉકેલવા માટે મદદરૂપ થવાની ખાતરી હતી.