મોરબી : ગઇકાલે તા. 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પર્યાવરણ પરિવાર દ્વારા મોરબીમાં ચકલીના માળા અને પંખી માટે પાણી પરબ મચ્છુ નદીના કાંઠે કુદરતના સાંનિધ્યમા આવેલ પૌરાણિક શંકરાશ્રમ મંદિર ખાતે મૂકવામા આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પરિવારના સભ્યો ડાભી મિતેશ, ડાભી જયેશ, ઓઝા ભવ્ય, વિવેક ગજ્જર, પરમાર રૂપેશ (કવિ જલરૂપ ) તેમજ પારસભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ રીતે પર્યાવરણ પરિવાર દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.