મોરબી: (મોરબી અપડેટ)મોરબી શહેરમાં આજે દબાણ હટાવ ઝૂંબેશને લઈને સર્જાયેલી અફરાતફરી બાદ વેપારીઓ અને મહાનગરપાલિકા તંત્ર સામ સામે આવી ગયા હતા. તખ્તસિંહજી રોડ પર ચક્કાજામ કર્યા બાદ વેપારી મંડળ અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સીધા જ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.‘નિયમો મુજબ કાર્યવાહી કરી છે, વેપારીઓ સાથે ચર્ચા સકારાત્મક રહી : ડે. કમિશનરવેપારીઓ સાથેની બેઠક બાદ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “વેપારી એસોસિએશન સાથે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં ચર્ચા થઈ છે. પાલિકાના નિયમો મુજબ જે સામાન જપ્ત થયો છે, તે દંડની જોગવાઈ પૂર્ણ કર્યા બાદ પરત મળી જશે. દુકાનની બહાર જાહેર માર્ગ પર સામાન રાખવો એ નિયમ વિરુદ્ધ છે અને તે જ કાર્યવાહી કરાઈ છે. હવે તમામ એસોસિએશનો સાથે બેસીને તેમને પાલિકાના નિયમો અને દંડની જોગવાઈઓ અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવશે.”ચેમ્બર પ્રમુખ જયંતીભાઈ પટેલનો હૂંકારમોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે વેપારીઓનો પક્ષ રાખતા કહ્યું કે, “મહાનગરપાલિકા દ્વારા જે રીતે સામાન જપ્ત કરીને દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, તેનાથી વેપારીઓમાં ભારે રોષ છે. અમે અધિકારી સમક્ષ રજૂઆત કરી છે કે વેપારીઓને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે. આગામી સપ્તાહમાં પાલિકા તંત્ર તમામ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને એક ચોક્કસ ગાઈડલાઈન કે જાહેરનામું બહાર પાડે તેવું નક્કી કરાયું છે. જો વેપારીઓને અનુકૂળ ગાઈડલાઈન નહીં બને અને ફરી આવી હેરાનગતિ થશે, તો અમે આંદોલન માટે પણ તૈયાર છીએ.”વેપારીઓનું વલણ: ‘હાલ આંદોલન મોકૂફ, પણ જરૂર પડ્યે લડત ચાલુ રાખશું’આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વેપારી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, “સાહેબે અમને નિયમો સમજાવવાની ખાતરી આપી છે અને અમે પણ નિયમ પાલન માટે તૈયાર છીએ. હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે હવે આ મુદ્દે આગળ કેવી રીતે વધવું તે અંગે તમામ વેપારી ભાઈઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. પરંતુ જો અમારા સામાન પરત મેળવવામાં કે રજૂઆતો સાંભળવામાં વિલંબ થશે, તો ફરી લડત શરૂ કરવામાં આવશે.”ચક્કાજામ બાદ સ્થિતિ સામાન્ય થઈસવારથી તખ્તસિંહજી રોડ અને શિવાની ચોક પાસે જે ચક્કાજામની સ્થિતિ હતી, ચક્કાજામ પૂર્ણ થતા તે હવે ધીમે ધીમે હળવી થઈ રહી છે. પોલીસ દ્વારા ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસો સફળ રહ્યા છે અને બજારોમાં પણ સ્થિતિ થાળે પડી રહી છે.મોરબીની દરેક હલચલ પર રહેશે અમારી નજર, જોડાયેલા રહો ‘મોરબી અપડેટ’ સાથે.#MorbiUpdate #MorbiNews #LiveReport #MorbiMahaNagarpalika #JayantibhaiPatel #BusinessMorbi #TrafficUpdate