મોરબી: મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પ્રેરિત સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ, રાજકોટ–મોરબી શાખા દ્વારા તા. 11/01/2026 ને, રવિવારના રોજ સંઘ કાર્યાલય “કેશવ કુંજ” ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ભડિયાદ ખાતે ચાલતા “શ્રી સાવિત્રીબાઈ ફુલે સિવણ કેન્દ્ર” માં નિઃશુલ્ક તાલીમ પૂર્ણ કરનાર 16 બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જે તેમને સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરશે. આ પ્રસંગે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ ટ્રસ્ટ – રાજકોટના મંત્રી અને પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારાએ ઉપસ્થિતોને સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન બિંદુઓ તથા સમાજના સર્વાંગી વિકાસ માટે સંઘ દ્વારા ચલાવાતા વિવિધ સેવા કાર્યોની આવશ્યકતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરાએ મોરબી જિલ્લામાં સેવા ભારતીના ચારેય આયામો અંતર્ગત ચાલી રહેલા સેવા કાર્યો વિશે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રમાણપત્ર વિતરણ સમારોહની સાથે જ મોરબી જિલ્લામાં ચાલતા સંસ્કાર કેન્દ્રોના આચાર્યો અને દીદીઓની માસિક પ્રશિક્ષણ બેઠક પણ યોજાઈ હતી, જેમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાકાર્યની કાર્યપદ્ધતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમમાં જિલ્લા સહ સેવા પ્રમુખ સતિષભાઈ પટેલ, હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, જયેશભાઈ ચોટલીયા, લલિતભાઈ પાન્ડેજી, જેઠાલાલ કવૈયા, પ્રેમજીભાઈ અઘારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, સૌએ સેવા, સંસ્કાર અને સ્વાવલંબનના કાર્યને વધુ વિસ્તારવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.