મોરબી : સમગ્ર ભારતભરમાં દેવભાષા એવી સંસ્કૃત ભાષા માટે કાર્ય કરતી સંસ્થા સંસ્કૃત ભારતી દ્વારા લેવામાં આવતી સંસ્કૃત ગૌરવ પરીક્ષા જેમાં અસંખ્ય સંસ્કૃત પ્રેમીઓ ભાગ લે છે. મોરબીની પ્રખ્યાત શાળા સાર્થક વિદ્યામંદિર પણ આ ક્ષેત્રે અગ્રેસર છે. આ શાળામાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓ પરીક્ષા આપે છે. સાર્થક વિદ્યામંદિર-મોરબીમાં ડિસેમ્બર 2018 ના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થતા આજરોજ શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા. જેમાં સાર્થક વિદ્યામંદિરના મુખ્ય સંચાલક તેમજ સંસ્કૃત ભારતી ના જિલ્લા સંયોજક શ્રી કિશોરભાઈ શુક્લ અને જિલ્લા સહ-સંયોજક શ્રી મયુરભાઈ શુક્લની ઉપસ્થિત રહ્યા હતાં ઉલ્લેખનીય છે કે સંસ્કૃત ભારતીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ મોરબીની બે શાળાઓને રાજ્યપાલશ્રી ના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં, જેમાં સાર્થક વિદ્યામંદિરને પ્રથમ ક્રમનો એવોર્ડ એનાયત કરાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી કિશોરભાઈ અને શ્રી મયુરભાઈ એ સર્વે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાની મહત્તા સમજાવેલી અને પ્રમાણપત્ર મેળવતા વિદ્યાર્થીઓને અભિનંદન આપીને બિરદાવેલ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en