700થી વધુ કારનો કાફલો મહેન્દ્રનગર ચોકડીથી જેતપર ગામે જવા રવાનામોરબી : જેતપર ગામ મુકામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે વેપારી વર્ગનું પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ખેડૂતોની માંગણીઓ અને હિતોને વાચા આપવા તેમજ તેઓની પડખે ઊભા રહેવા માટે મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં એક ભવ્ય કાર રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ રેલીનું પ્રસ્થાન મહેન્દ્રનગર ચોકડીથી કરવામાં આવ્યું હતું અને તેનું સમાપન જેતપર ખેડૂત આંદોલન સ્થળ પર થવાનું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ વિશાળ રેલીમાં 700 થી વધુ કાર જોડાઈ છે, જે દર્શાવે છે કે ખેડૂતોના પ્રશ્ને સિરામિક ટ્રેડિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ પણ તેમને સંપૂર્ણ ટેકો આપી રહ્યા છે. આ રેલી ખેડૂત ભાઈઓના સમર્થન અને એકતાના સંદેશ સાથે યોજવામાં આવી છે. 'એકતા અમારી તાકાત, ખેડૂત આપણું ગૌરવ' ના નારા સાથે મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશને તમામ સિરામિક ટ્રેડિંગ સાથે જોડાયેલા લોકોને મોટી સંખ્યામાં હાજરી આપી ખેડૂતોનું સમર્થન કરવા અપીલ કરી હતી, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.#MorbiUpdate #MorbiNews #JetparFarmersProtest #KhedutAndolan #MorbiCeramicTraders #FarmersSupport #Jetpar #Morbi #GujaratFarmers