મોરબી : મોરબીના રંગપર નજીક સિરામિક ફેકટરીમાં માટીના ઢગલામાં દટાઈ જતા શ્રમિક યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર રોડ પર આવેલ પેન્ટાગોન સિરામિક ફેકટરીમાં કામ કરતા અમીતકુમાર જગદીશપ્રસાદ વિશ્વકર્મા ઉવ.૨૩ રહે. પેન્ટાગોન સીરામીક રંગપર પાસે વાળો માટીના ઢગલામાં દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.