કુદરતી આફતોમાં વીમો ચુકવવામાં હાથ ઊંચા કરી દેતી વીમા કંપનીઓનો કાન આમળતું ગ્રાહક સુરક્ષા મંડળમોરબી : મોરબીમાં ગઈકાલે બર્ફીલા વરસાદે આંતક મચાવતા સીરામીક ઉધોગ અને ખેતીને ભારે નુકશાન થયું હતું. જો કે આવી ઘટનાઓમાં વીમા કંપની નુકશાનીના વળતર રૂપે વીમો ચુકવવામાં ઠાગાઠૈયા કરતી હોવાથી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપનીને આડે હાથ લઈ સીરામીક ઉધોગ અને ખેડૂતોને વળતર ચુકવવાની ટકોર કરી છે.મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉગ્ર રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબીમાં ગઈકાલે બરફના તોફાને તબાહી મચાવી હતી. ઘણા બરફના મસમોટા કરા પડતા સીરામીક એકમોના પતરાના શેડ ચારણી થઈ ગયા હતા. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ મોટું નુકસાન થયું હતું. જો કે ઉધોગકારો અને ખેડૂતો નિયમિત રીતે વીમા કંપનીમાં વિમાનું પ્રીમિયમ ભરતા હોય છે. પણ આવી ઘટના વખતે વીમા કંપની હાથ ઊંચા કરી દેતી હોય છે.સીરામીક ઉધોગમાં પતરાના શેડ સાથે કાચા પાકા માલને પણ નુકસાન થયું હોય આ ફેકટરીઓ શટડાઉન થઈ ગઈ છે. આથી વીમા કંપની યોગ્ય રીતે વીમો ચૂકવે તે માટે એન્જટો, બૅન્ક, સહકારી મંડળીઓ યોગ્ય કાર્યવાહી કરે અને ગ્રાહકને ન્યાય અપાવે તેવી માંગ કરી છે.