મોરબી : કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (CONCOR) દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે લોજિસ્ટિક્સ સેવાઓને વધુ વેગવાન બનાવવામાં આવી છે. રફાળેશ્વર ખાતે આવેલા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) પર ટાઇલ્સ ઉત્પાદન માટેના મુખ્ય કાચા માલ - ફેલ્ડસ્પાર (Feldspar) અને ક્લે પાવડર (Clay Powder) ની કન્ટેનરોમાં આવક શરૂ કરવામાં આવી છે.આ કાચા માલસામાન લઈને આવતી પ્રથમ કન્ટેનર ટ્રેન 02 માર્ચ 2026 ના રોજ રફાળેશ્વર ખાતે સફળતાપૂર્વક પહોંચી છે. આ માલગાડી CONCOR ના બિઝનેસ એસોસિએટ TCI CONCOR દ્વારા ખેમલી (ઉદયપુર) થી મોરબી માટે લોડ કરવામાં આવી હતી.નોંધનીય છે કે, રફાળેશ્વર ખાતેનું CONCOR નું ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પહેલેથી જ મોરબીને કોલકાતા, હૈદરાબાદ, પટના વગેરે જેવા મોટા શહેરો સાથે જોડતી નિયમિત કન્ટેનર ટ્રેન સેવાઓ ઓપરેટ કરી રહ્યું છે. હવે ટાઇલ્સના ઉત્પાદન માટેના કાચા માલની પણ અહીં સીધી આવક શરૂ થતાં, CONCOR દ્વારા મોરબીના સિરામિક ક્લસ્ટર માટે લોજિસ્ટિક્સ સુવિધાઓ વધુ મજબૂત અને સરળ બનાવવામાં આવી છે.આ વ્યૂહાત્મક પહેલને કારણે ઉદ્યોગકારોને અત્યંત સ્પર્ધાત્મક અને વ્યાજબી ટ્રાન્સપોર્ટેશન ખર્ચે ફેક્ટરી સુધી કાચા માલની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. આ સુવિધાથી મોરબીના ખ્યાતનામ સિરામિક અને ટાઇલ્સ ઉત્પાદકોને અનેક રીતે ફાયદો થવાની અપેક્ષા છે, જેમાં મુખ્યત્વે:- ઓછા ખર્ચે જથ્થાબંધ પરિવહન સપ્લાય ચેનની કાર્યક્ષમતામાં સુધારો- માલસામાન પહોંચવાના સમયમાં (Transit Time) ઘટાડો- પર્યાવરણને અનુકૂળ રેલ-આધારિત લોજિસ્ટિક્સનવું ઉદયપુર-મોરબી રેલ કનેક્શન સિરામિક ઉદ્યોગના લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો કરશે તેવો અંદાજ છે. તેની સાથે જ તે રેલવે ફ્રેટ મારફતે ગ્રીન ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન આપવાની CONCOR ની નેમને પણ વધુ મજબૂત બનાવે છે. વેપારી અને ઉદ્યોગકારોને તેમના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને શ્રેષ્ઠ બનાવવા, કામગીરીની કાર્યક્ષમતા વધારવા અને પર્યાવરણને અનુકૂળ લોજિસ્ટિક્સ પદ્ધતિઓ અપનાવવા માટે આ નવી સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #CeramicIndustry #CONCOR #GatiShaktiTerminal #Rafaleshwar #Logistics #TilesManufacturing #UdaipurToMorbi #RailFreight