મોરબી સીરામીક એસો. અને સામાજિક આગેવાનોએ રવાપર કેનાલ રોડ અને સીરામીક ઉધોગના રોડ રસ્તા, વેટ સહિતના પ્રશ્નોની રજુઆત કરી મોરબી : મોરબી સીરામીક ઉધોગના વિવિધ પ્રશ્નનો અંગે સીરામીક એસો.અને સામાજિક અગ્રણીઓ જિલ્લા પ્રભારી સૌરભભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણા કરી.સીરામીક ઇન્ડસ્ટ્રીઝના રોડ રસ્તા તેમજ રવાપર કેનાલ રોડ અને વેટના જુના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.જેના પગલે જિલ્લા પ્રભારીએ આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. મોરબીના ઉદ્યોગકારોના એક પ્રતિનિધિ મંડળે મંત્રી સૌરભભાઇને રબરૂ વિગતવાર રજુઆતો કરી હતી. આ અંગે સીરામીક એસોસિએશનને જણાવ્યું હતું કે મોરબી સીરામીક ઉધોગના રોડ રસ્તા વર્ષોથી ખરાબ હાલતમાં છે. ટાઇલસ ખરીદી માટે આવતા વિદેશના લોકોમાં આ રોડ રસ્તાની ખરાબ દશાથી મોરબીની પ્રતિષ્ઠા ખરડાય છે. મોરબી આસપાસ મોટા પ્રમાણમાં પથરાયેલા સીરામીક ઝોનના ખરાબ રોડ રસ્તાથી સીરામીક ઉધોગને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તે ઉપરાંત મોરબીના રવાપર કેનાલ રોડ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે.જેના કારણે સીરામીક ઉધોગકારો ખાસ્સો સમય સુધી ટ્રાફિકજામમાં ફસાય જાય છે. તેમજ સીરામીક ઉધોગનો વેટનો પણ જૂનો પ્રશ્ન છે. આ તમામ પ્રશ્નોને લઈને મોરબી સીરામીક એસો. અને સામાજિક આગેવાનો ગાંધીનગર ખાતે રજુઆત કરવા દોડી ગયા હતા. અને મોરબી જિલ્લા પ્રભારી સૌરભભાઈ પટેલ સાથે રૂબરૂ આ પ્રશ્નોની ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાની માંગ કરી હતી. જોકે મોરબી રવાપર કેનાલ રોડનો પ્રશ્ન બજેટમાં સમાવી લેવામાં આવ્યો છે ત્યારે પ્રભારીમંત્રીએ મોરબી સીરામીક ઉધોગના રોડ રસ્તા અને વેટના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en