મોરબી: આજે સોમવારે અને આવતીકાલે મંગળવાર દરમ્યાન સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરનાર વાવાઝોડાએ આક્રમક સ્વરૂપ લીધું હોય તમામ સબંધિત તંત્રો સાબદા બન્યા છે. ત્યારે મોરબી સીરામીક મિત્રમંડળની ટિમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સમગ્ર ટિમ જહેમત ઉઠાવી રહી છે. જે કોઈ જગ્યાએ ફૂડપેકેટની આવશ્યકતા હોય તો એ જરૂરિયાત પૂરી કરવા માટે ટિમ દ્વારા નંબર જાહેર કરી ત્વરિત સંપર્ક સાધવાની અપીલ કરાઈ છે. આ માટે જય પટેલ 8511129555, અભિષેક મેઘાણી 9898912347, જયદીપ પટેલ 9099111161, કવિન શાહ 8469505111નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.