ગાંધીનગર : આજ તારીખ 16થી ચાર દિવસ ગાંધીનગર ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ સીરામીક સમિટમાં સાંજે વિદેશી મહેમાનો માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાસ ગરબા અને સિદી બાદશાહના ધમાલ નૃત્યનો અંરો આંનદ મહેમાનોએ માણ્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ સીરામીક સમિટમાં સાંજે ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો,સાથો-સાથ આ તકે ગીરના જંગલના સિદી બાદશાહ કોમ્યુનિટીના શામેલ નૃત્યનું પણ સુંદર આયોજન કરાયું હતું જેને માણી વિદેશી મહેમાનો આફરીન પોકારી ઉઠ્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='14072,14073,14074,14075,14076,14077,14078,14079,14080,14081,14082,14083,14084']