ઊંચી માંડલ ગામ પાસે વિલબોન વિટ્રિફાઇડ દ્વારા વૃક્ષારોપણ કરાયું મોરબી : મોરબીના ઊંચી માંડલ ગામ પાસે હળવદ રોડ પર આવેલા વિલબોન વિટ્રિફાઇડ દ્વારા ફેક્ટરીની આજુબાજુના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં દુનિયાની સૌથી મોટી સમસ્યા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ છે. ગરમીના કારણે આ વર્ષે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગરમી વધવાનું મુખ્ય કારણ આડેધડ વૃક્ષોની કાપણી અને ઔદ્યોગિકરણને માનવામાં આવે છે. આવા સમયે ગ્લોબલ વોર્મિંગ નામના આ દાનવને નાથવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ જરૂરી છે. મોરબીના સીરામીક ઉદ્યોગો દ્વારા છેલ્લા થોડા સમયથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આજ રોજ મોરબીના વિલબોન વિટ્રિફાઇડ દ્વારા ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષોની જાળવણી કરવાની નેમ પણ લેવામાં આવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne