મોરબી : મોરબી સીરામીક એસોસિએશનનો આજે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે તા. 04/12/2021ને શનિવારના રોજ સાંજે 6:30 કલાકે સિરામિક પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ સિરામિક એસોસિએશન તરફથી રાખેલ છે. આ કાર્યક્રમ જીવરાજભાઈ ફુલતરીયાના ફાર્મ હાઉસ, લીલાપર ચોકડી, કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન રાખવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..