પોર્ટુગલ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની વર્કીંગ કમિટીની બેઠકમાં ચાઈનાએ ટેસ્ટિંગનો મુદ્દો મુક્યો : બેઠકમાં હાજર મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહિત બીજા દેશના પ્રતિનિધિઓએ પણ નોંધાવ્યો વિરોધમોરબી : પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની વર્કીંગ કમિટીની બેઠકમાં ભારતના પ્રતિનિધિ તરીકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખે હાજરી આપી હતી. આ બેઠકમાં ચાઈનાએ જીવીટી ટાઇલ્સ માટે એક ટેસ્ટ ફરજીયાત બનાવવાનો મુદ્દો મુક્યો હતો. જેનો મોરબી સિરામિક એસો.ના પ્રમુખ ઉપરાંત અન્ય દેશોના પ્રતિનિધિઓએ જોરદાર વિરોધ કર્યો હતો.પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાઈ હતી. જે આઇએસઓ ટીસી/૧૮૯ ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. જેમાં પુરા વિશ્વભરમાંથી ૨૯ દેશ સભ્ય છે. તેમાંથી ૨૧ દેશના ડેલિગેશન આઇએસઓ ટીસી /૧૮૯ની મીટીંગમાં હાજર રહ્યા હતા. આ વર્કિંગ કમીટીની મીટીંગ પોર્ટુગલના ઇલ્હાવો સિટીમાં તા. ૨૧ થી ૨૩ નવેમ્બર આયોજીત થયેલ હતી. જેમાં ભારતીય ડેલિગેશનના પ્રતિનિધી તરીકે ચાર મેમ્બર આ મીટીંગમાં હાજરી આપવા ઇલ્હાવો - પોર્ટુગલ ગયા હતા. જેમાં પ્રસાંત યાદવ- સેક્રેટરી બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ - દિલ્હી , પ્રિજમ જોનસન લિમિડ - દેવાસ એમપી- આર એન્ડ ડી હેડ સુદિપ્તો સાહા અને મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા, જેરામભાઇ કાવર- નેશનલ સેરા લેબ એ હાજરી આપી હતી. આ કમિટી મીટીંગમાં ૨૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ ચાઇના ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામ નો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા માગતું હતું અને આ બાબતની ટેસ્ટ મેથડ રજુ કરેલ હતી. જેમાં ભારતીય ડેલિગેશન તરફથી જોરદાર વિરોધ નોંઘાવેલ હતો અને આ વિરોધને ટેકો આપવા માટે અમેરિકા,ઇટાલિ,બ્રાઝીલ,ઓસ્ટ્રેલિયા અને તર્કી ના ડેલિગેશન આગળ આવ્યા હતા અને ધારદાર રજુઆત કરી હતી. ચાઇના સામે ભારતના આ વિરોધની કમિટીના ચેરમેન ડો. સેન્ડર્સ જોહ્ન પી.- અમેરિકા એ નોંધ લઇને ભારતની તરફેણ માં નિર્ણય આપવા માટે આશ્વાસન આપેલ હતુ. આ નિર્ણયની માહીતી મિટીંગની મીનિટ નોંધમાંથી નોંધ પડ્યે નકી થશે કે ચેરમેને શુ ચુકાદો આપ્યો. આ કમિટી માં ચેરમેનનો ચુકાદો આખરી અને ફાઇનલ હોય છે. આ ટેસ્ટ આવવાથી મોરબીના જીવીટી બનાવતા એકમોને ઘણી બધી નુકસાની જાય તેમ છે. કારણ કે આ ટેસ્ટ મુજબની ગુણવતા માટેની ટાઇલ્સ બનાવવા માટે ભારતમાં આ સ્ટાન્ડર્ડ માટેનુ રો મટીરીયલ અવેલેબલ નથી. જો આ ટેસ્ટ આંતર રાષ્ટ્રિય સ્ટાન્ડર્ડમાં આવે તો આ મુજબની ગુણવતા વાળી ટાઇલ્સ બનાવવા માટે ભારતે બીજા દેશ પર રો મટીરીયલ્સ માટે આધારીત રહેવુ પડે. આ તકે ચાઇનાની મેલી મુરાદને સમયે પારખીને ભારતીય ડેલિગેશને બિન જરુરી ટેસ્ટ મેથડનો વિરોધ કર્યો હતો.