મોરબી : મોરબી સીરામિક એસોસિએશન દ્વારા ડીઆઇસી અને જીએસટીનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગપતિઓએ હાજર રહીને વિવિધ પ્રકારનું માર્ગદર્શન મેળવ્યું હતું. અગાઉ ટ્રેડમા રોકાણમા ઇન્સેટીવ માટે ઉદ્યોગ નીતિ ૨૦૧૫ની યોજના સરકાર દ્વારા આપવામાં આવી હતી. પરંતુ આ યોજના GST આવતા તેમની અમલીકરણમા તકલીફ પડેલ અને જીએસટીમાં સમાવવા માટે મોટા ઇશ્યુ હતા પરંતુ સીરામીક એસોસિએશનની વારંવાર રજૂઆતને કારણે આ યોજનાને GST માં કન્વર્ટ કરેલ છે જેની તમામ પ્રોસેસ ઓનલાઇન થાય છે આ બાબતની સચોટ માહિતી માટે સીરામીક એસોસિએશન દ્વારા સેમિનારનું આયોજન એસોસિએશન હોલ ખાતે કરેલ જેમાં તમામ ઉધોગપતિઓને અને તમામ કન્સલ્ટન્ટોને DIC તથા GSTના આધિકારી દ્વારા સચોટ માહિતી આપવામાં આવી હતી.