મોરબી : માર્કેટિંગ એસોસિએશન ઓફ કેરલા ટાઇલ્સ એન્ડ સેનેટરીવેરની દ્રીતીય વાર્ષીક મીટીગ યોજાઈ હતી. કેરલમા સિરામીકની ડીમાન્ડ બહુ સારી છે પરંતુ ત્યા પેમેન્ટની તકલીફો રહે છે. તેથી સમસ્યાના હલ રૂપે આ મિટિંગમાં મોરબી સિરામીક એશોસીએસન, ઓલ કેરલા ટાઇલ્સ એન્ડ સેનેટરીવેર ડીલર્સ એસોસિએશન તથા માર્કેટિંગ એસોસિએશન ઓફ કેરલા ટાઇલ્સ એન્ડ સેનેટરીવેર સંયુકત રીતે કાર્ય કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તકે માર્કેટિંગ એસોસિએશન ઓફ કેરલા ટાઇલ્સ એન્ડ સેનેટરીવેરના મેમ્બરોને ઇલેક્ટ્રોનીક આઇ.ડી. કાર્ડનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે એસોસિએશનના પ્રમુખ રાહુલ મોદી, કોચીનના સાંસદ હી. બી. એડન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સાથોસાથ મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274