મોરબી : મોરબી સિરામિક એસોસિએશન અને CGST ડિપાર્મેન્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે એસોસિએશનના હોલ ખાતે સરકાર દ્વારા સબકા વિશ્વાસ યાેજના સ્કીમ અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં સેન્ટ્રલ જીએસટીના રાજકોટના જોઈન્ટ કમિશનર અબીલાશ કે. શ્રીનિવાસન, આસિસ્ટન્ટ કમિશનર કે.આર. ચૌધરીએ સ્કીમ અંગે માહિતી આપેલ. આ વેળાએ બહોળી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહેલ. આ કાર્યક્રમમાં હાજર રહેલ અધિકારીઓનો મોરબી સિરામિક એસોસિએશન વતી હાજર રહેલ પ્રમુખો મુકેશભાઈ ઉધરેજા, નિલેશભાઈ જેતપરીયા અને કિશોરભાઈ ભાલોડીયાએ આભાર વ્યક્ત કર્યો હતો. સાથો સાથ આ સ્કીમમાં જોડાવા માટે તમામ મેમ્બરોને ભાર પૂર્વક આગ્રહ કરવામાં આવ્યો હતો.