સિરામીક ઉદ્યોગોને નર્મદાનુ પાણી મળી રહે તે માટે બજેટમા જોગવાઇ કરવા સાહિતની માંગણી કેન્દ્ર સમક્ષ મુકાઈ મોરબી : આવતીકાલે શુક્રવારે કેન્દ્રીય બજેટ રજૂ થનાર છે. ત્યારે આ બજેટમાં મોરબીને તેમજ તમામ ઉદ્યોગોને લગતા વિવિધ પ્રકારના મુદાઓને આવરી લેવા માટે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશ નરશીભાઈ ઉધરેજા, નિલેશ મહાદેવભાઈ જેતપરીયા, કિશોર અમરશીભાઇ ભાલોડીયા અને કિરીટભાઈ પટેલે માંગ ઉઠાવી છે. (૧)અત્યારે દેશભરમા જીએસટી લાગુ પડેલ છે ત્યારે વેપારીઓને હાડમારીથી રાહત થાય અને સરકારને આવક થાય તેના માટે જુના કાયદામા સી ફોર્મના લેણા માટે જે રીતે વેટ સમધાન યોજના કરેલ તેવી જ રીતે યોજના ફરીથી લાવવી અને તેમા પુરાવાના આધારે એસેસમેન્ટ કરવુ. (૨)સિરામીક ઉધોગમા વપરાતા નેચરલ ગેસનો જીએસટીમા સમાવેશ કરવો. (૩)મોરબીના ઇન્ડસ્ટ્રીયલ ઝોનના રોડ રસ્તાઓ માટે બજેટમા જોગવાઇ કરવી. (૪)ઉધોગોની વર્તમાન પરીસ્થિતમા ઉધોગને બચાવવા માટે ખાસ પ્રકારનું રાહત પેકેજ આપવુ. (૫)સિરામીક ઉદ્યોગોને નર્મદાનુ પાણી મળી રહે તે માટે બજેટમા જોગવાઇ કરવી. (૬)બાંધકામ ક્ષેત્રે તેજી આવે તે માટે સરકારે રાહત પેકેજ જાહેર કરવુ જોઇએ. જેથી કરીને મકાનમા વપરાતી હજારો વસ્તુઓમા રાહત થાય. (૭)મોરબીમા સામાકાંઠે ઔદ્યોગિક ઝોનમા નવુ ફાયરબ્રિગેડ સ્ટેશન આપવુ. (૮)ઔધોગીક ઝોનમા સરકારી હોસ્પિટલ બનાવવી. (૯)સિરામીક ઉધોગ માટે અલાયદી ટ્રેડ પ્રમોશન કાઉન્સીલ આપવી.