મોરબી : મોરબી સીરામીક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઈ સંઘાતનો આજે જન્મદિવસ છે. આજે તેઓ પર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે. નરેન્દ્રભાઇ સંઘાત મોરબી સીરામીક એસોસિએશન (વોલટાઇલ્સ)ના વાઇસ પ્રેસીડન્ટ તરીકે ખૂબ નિષ્ઠા અને ખંતથી પોતાની જવાબદારીઓનું વહન કરી રહ્યા છે. આ સાથે તેઓની આગવી કુશળતાથી તેમનું એકમ લેક્સીકોન સિરામીક પણ પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. આજે તેઓના જન્મદિવસ નિમિતે તેઓ હમેશા પ્રગતિ કરતા રહે તેમજ નિરામય રહે તેવી શુભકામનાઓ મળી રહી છે.