માર્ચ-૨૦૧૯ થી ફેબ્રુઆરી-૨૦૨૧ દરમિયાન સખી વન સ્ટૉપ સેન્ટર દ્રારા મહીલાઓના ૨૮૦ જેટલા કેસનુ સમાધન કરાયું મોરબી :મોરબીમાં મહીલાઓની સમસ્યા માટેનુ સખી- વન સ્ટોપ સેન્ટર છેલ્લા બે વર્ષથી હંટર ટ્રેનિંગ કોલેજ ગ્રાઉંડ, વીસીપરા, મોરબી ખાતે કાર્યરત છે. જેમાં વિવિધ સેવાઓ જેવી કે કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય, કાઉંસેલિંગ, આશ્રય અને માર્ગદર્શન પુરી પાડવામાં આવે છે. ત્યારે સખી વન સ્ટૉપ સેન્ટરના બે વર્ષ પુરા થતા ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે મુખ્ય મહેમાન તરીકે મોરબીના મહીલા અને બાળ અધીકારી સાહેબ શૈલેષભાઈ અંબારીયાના વરદ હસ્તે સખી-વન સ્ટોપ સેંટરનો કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર હિતેષભાઈ કુંડારીયા, સીટી મામલતદારના સ્ટાફ અને માધવી જન કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણાબેન પંડયા પણ હાજર રહ્યા હતા. માર્ચ-૨૦૧૯ થી ફેબ્રુઆરી-૨૦૨૧ દરમિયાન સખી વન સ્ટૉપ સેન્ટર દ્રારા મહીલાઓના ૨૮૦ જેટલા કેસનુ સમાધન કરેલ હતું અને ૨૭૦ જેટલા કેસોને આશ્રય આપેલ હતું. કુલ ૬૦૧ જેટલા કેસો આવેલ હતા. લોકડાઉન દરમિયાન ઉત્કુષ્ટ કામગીરી કરવામાં આવેલ હતી. તેના માટે સખી- વન સ્ટોપ સેંટરના સ્ટાફને મહીલા અને બાળ અધીકારી શૈલેષભાઈ અંબારીયા બિરદાવ્યા હતા.