યંગ ઇન્ડિયા ગ્રુપના 'લોહીમાં છે માનવતા' અભિયાનના ભાગરૂપે બ્લડ ડોનેટ કરાયું મોરબી : મોરબીમાં યુવક દ્વારા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરવામાં આવ્યું છે. યુવક દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના 'લોહીમાં છે માનવતા' મુહિમના ભાગરૂપે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે, જન્મદિવસ યાદગાર બને તે માટે ઉજવણી કે સેવાકીય પ્રવૃત્તિઓમાં કરવામાં આવતી હોય છે. ત્યારે મોરબીવાસી ઉમરભાઈ રાઠોડ દ્વારા જન્મદિવસ નિમિત્તે સંસ્કાર વર્લ્ડ બેન્ક ખાતે રક્તદાન કરવામાં આવ્યું છે. તેમણે સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર યંગ ઇન્ડિયા ગ્રુપની રક્તદાન મુહિમ 'લોહીમાં છે માનવતા'માં જોડાઈને બ્લડ ડોનેટ કર્યું છે. જે બદલ ગ્રુપ દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.