મોરબી તાલુકા પોલીસે એક બાટલી સાથે રાજસ્થાની યુવાનને પકડી પાડ્યો મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ પાસેથી રૂત્વિક રમેશભાઇ સનુરા, રહે. કાંતીનગર વસુધરા હોટેલની પાછળ મોરબી વાળાને વિદેશી દારૂની J&B (JUSTERINI BROOKS) બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલ નંગ.૧ કિંમત રૂપિયા 1000 સાથે પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામ નજીક આવેલ લક્ષ્મીપ્લાજા કોમ્પ્લેક્સ પાસેથી અરુણસિંગ પ્રભુસિંગ રાજપૂત, રહે.ગામ બીજોલી તા.સુરજગઢ જિલ્લો-જુનજુનુ રાજસ્થાન વાળાને સ્ટર્લિંગ રીસર્વ બી-૭ વ્હીસ્કીની બોટલ નંગ-1 કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.