મોરબી : ગઈકાલે તા. 13ના રોજ મોરબી તાલુકાના જુના ઘુટું રોડ પર સોના સિરામીક પાસે હરજીભાઇ ધીરૂભાઇ અજગામાને વિદેશી દારૂની એક બોટલ (કી.રૂ. 375) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે વ્હીસ્કીની બોટલ જપ્ત કરી આરોપી હરજીની અટકાયત કરી છે. અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.