મોરબી : મોરબી - હળવદ રોડ પર ઊંચી માંડલ ગામ નજીક એક સેન્ટ્રો કારમાં આગ લાગી હતી. જોકે આ ઘટના અંગે પોલીસ કે ફાયર વિભાગમાં કોઈ સત્તાવાર નોંધ થઈ નથી. જ્યારે આ ઘટના અંગે ચર્ચાતી વિગત મુજબ કારમાં એક બાળક સહિત ૫ લોકો સવાર હતા. ત્યારે ઉંચી માંડલ ગામ પાસે કારમા ફોલ્ટ સર્જાયા બાદ કારમાં આગ લાગી હતી. આ બનાવમાં કોઈ પણ જાનહાની થઈ નથી. કારણ કે કારમાં આગ લાગે તે પહેલાં જ તેમાં સવાર લોકો કાર માંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે રસ્તા પર કાર અગનગોળો બનતા રસ્તા પર પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ પડીકે બંધાયા હતા. https://youtu.be/-af2lmfj6f4